સોળે કળાએ ખીલી ઉઠ્યું સુરતનું સૌંદર્ય: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં બે કાંઠે વહી તાપી નદી – જુઓ નયનરમણીય નજારો

ઉકાઈ(ગુજરાત): હાલમાં વરસાદે બધે જ તબાહી મચાવી છે. ત્યારે ઉકાઈ(Ukai) ડેમમાંથી પાણી છોડવામાં આવતાં તાપી(Tapi) નદીમાં પાણીની આવક દર કલાકે વધી રહી છે. આ દરમિયાન બારડોલી(Bardoli) તાલુકાના હરિપુરા ગામે તાપી નદી પર આવેલો કોઝવે(Causeway) પણ ડૂબી ગયો હતો. સીઝનમાં પહેલીવાર આ કોઝવે પર પાણી ફરી વળ્યાં છે, જેથી કોઝવે પારનાં 10થી વધુ ગામોનો કડોદ, બારડોલી, સુરત(Surat) સાથે સીધો સંપર્ક પણ કપાયો છે.

ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતાં સલામતી ભાગ રૂપે ગઈ મોડી સાંજથી તાપીમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. હાલ ઉકાઈ ડેમમાંથી 98 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવતાં સૌપ્રથમ બારડોલીનો હરિપુરા કોઝવે સૌપ્રથમ પ્રભાવિત થઈ જાય છે. ઉકાઈ ડેમના 22 ગેટ પૈકી 9 ગેટ હાલ 4 ફૂટ ખોલી એનું પાણી સીધુ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે એટલે આ હરિપુરા કોઝવે પર પાણી ફરી વળે છે અને કોઝવે પર અવર-જવર બંધ થઈ જાય છે. સામાન્ય રીતે અહીં વર્ષો જૂની આ વિસ્તારની સમસ્યા છે.

લોકોએ મોટો ફેરાવો વેઠવો પડ્યો
હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતાં કડોદની સામે પારના 10 ગામોને અસર થાય છે. આ ગામોનો સંપૂર્ણ વ્યવહાર કડોદ, બારડોલી અથવા સુરત સાથે હોય છે. અને કોઝવે પર પાણી ફરી વળતાં અવર જવર બંધ થઈ છે. જેથી લોકોને ચકરાવો કરવાની નોબત આવી હતી.

કોઝવેની જગ્યાએ ઉંચો પુલ બનાવવામાં આવે એવી માંગ ઉઠી
જાણવા મળ્યું છે કે, દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ આ ‌વર્ષે 340 ફૂટ સુધી ભરાઈ ગયો છે. જેથી ખેડૂતો સહિત તમામને રાહત થઈ છે. છતાં ડેમમાં પાણીનો ઈનફ્લો રહેતા રૂલ લેવલ જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી 98 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જેના કારણે તાપી નદીનું જળસ્તર વધતાં બારડોલી અને માંડવી તાલુકાને જોડતો હરિપુરા કોઝવે પાણીમાં ગરક થયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, કોઝવે પાણીમાં ગરકાવ થતાં કડોદની સામે પાર આવેલા 10 ગામોને અસર થઈ છે. ફરી કોઝવેની જગ્યાએ ઉંચો પુલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

નોકરિયાત વર્ગ, આરોગ્યને લાગતી સેવાઓને માઠી અસર
તરુણ ભાઈ વાઘેલા (સ્થાનિક અગ્રણી, કડોદ ગામ)એ જણાવ્યું હતું કે, લો લેવલ કોઝવે હોય જ્યારે ઉકાઈ ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવે ત્યારે આ હરિપુરા કોઝવે ગરકાવ થઈ જાય છે. જેથી નોકરિયાત વર્ગ, આરોગ્યને લાગતી સેવાઓને ઘણી અસર થાય છે. હાલ કોઝવે ઉપર પાણી ફરી વળતા કોઝવે તો બંધ થઈ ગયો છે. પણ કોઝવે પારના 10થી વધુ ગામોનો કડોદ, બારડોલી, સુરત સાથે સીધો સંપર્ક પણ કપાઈ ગયો છે. આ સમસ્યા ઉકેલવામાં સ્થાનિક સત્તાપક્ષની નેતાગીરી પણ આજ દિન સુધી ઉદાસીન રહ્યું છે અને પુલ ઊંચો બનાવવાની જાહેરાત હજુ માત્ર કાગળ પર જ રહી છે.

ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 340 ફૂટથી ઉપર
જાણવા મળ્યું છે કે, હજુ ચોમાસું પૂર્ણ થયું નથી ત્યારે ડેમની સપાટીમાં આગામી દિવસમાં વધારો થશે. જોકે, સપાટી રૂલ લેવલ 340 ફૂટથી ઉપર હોવાથી 50 હજાર ક્યુસેક સુધી પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉકાઇ ડેમની સપાટી 341 ફૂટ નોંધાઇ છે. જ્યારે હાલ 28842 હજાર ક્યુસેક પાણીની આવક સામે 98785 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં કેનાલ મારફતે 1100 ક્યુસેક, હાઈડ્રો મારફતે 22હજાર અને ગેટ ખોલીને 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

તાપી નદીની સપાટીમાં વધારો
ઉકાઈ ડેમમાંથી ગઈકાલ સાંજથી 98 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે સુરતના કોઝવે ખાતેની સપાટીમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. છેલ્લા બે દિવસથી કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે. જાણવા મળ્યું છે કે, હાલ કોઝવે ખાતેની સપાટી 8.13 મીટરે પહોંચી ગઈ છે. કોઝવે ખાતે હાલ 130352 પાણી જઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *