ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવેદન પર ટ્વીટરના માધ્યમ થી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સી.આર.પાટીલ ગુજરાત વિરોધી માનસિકતા ધરાવે છે, તેમને ગુજરાત વિરોધી માનસિકતા છોડવી પડશે. ગુજરાતીઓ માં ભ્રમ ફેલાવવાનું બંધ કરો, અને ગુજરાતીઓ માટે મળતી સુવિધા નો વિરોધ કરવાનો બંધ કરો. જો જનતાની સુવિધાઓ થી એટલી જ તકલીફ થતી હોય તો પહેલા પોતે મળી રહેલી દરેક મફત સુવિધાઓ નો લાભ ઉઠાવવાનો બંધ કરો.
સી.આર. પાટીલ એ ગુજરાતની જનતા અને તેમના પેજ પ્રમુખો સામે ફરી એક વાર ખોટી ભ્રમણા ફેલાવી કે, “ફ્રિ ની સુવિધા થી શ્રીલંકા જેવી હાલત થશે”. સી.આર. પાટીલ આવી ભ્રમણા ફેલાવી રહ્યા છે કેમ કે, તે ઈચ્છે છે કે એમના કાર્યકર્તાઓ ભાજપ થી છૂટી ના જાય અને પેજ પ્રમુખો ક્યારેય આમ આદમી પાર્ટી માટે કામ ના કરે તથા ગુજરાત ની જનતા આમ આદમી પાર્ટી થી પ્રભાવિત ના થઇ જાય. આ ઉદેશ્ય થી જ તેમને આવા ખોટા મેસેજો ફેલાવવા નો અને ભ્રમિત પ્રયાસ કર્યો છે.
ઇસુદાન ગઢવી એ વધુમાં જણાવતા કહ્યું કે, સી.આર. પાટીલએ કહ્યું છે કે, મફત ની રાજનીતિ ના જોઈએ, મફત ની રાજનીતિ થી શ્રીલંકા જેવી હાલત થાય. પરંતુ હું તેમણે કહેવા માંગુ છું કે, શ્રીલંકા એ કોઈ સુવિધા મફતમાં આપી નથી. તેના માટે તમે ડેટા પણ ચેક કરી શકો છો. શ્રીલંકા માં ધર્માન્દ કરી એવી એક મુહિમ ચલાવવામાં આવી હતી કે આવશે તો ફક્ત રાજપક્ષ જ, જેવું અત્યારે ભારત માં ભાજપ કરી રહી છે કે આવશે તો ભાજપ જ. અને આ કારણોસર જ શ્રીલંકા ની આવી હાલત થઇ છે.
ઈસુદાન ગઢવી એ આગળ કહ્યું કે, મારી સી.આર. પાટીલ ને અપીલ છે કે, જો તમને મફત સુવિધાઓ થી એટલી જ તકલીફ હોય તો પહેલા પોતે સરકાર તરફથી મળતી મફત સુવિધાઓ નો લાભ લેવાનું બંધ કરો. તમને જે 4000 યુનિટ મફત વીજળી, સબસીડી, બંગલા, મોબાઈલ બિલ ની જે સુવિધા મફત મળે છે એ છોડી દો. આ બધી મફત ની સુવિધાઓ તમે છોડવા નથી માંગતા પરંતુ તમે એવું ઈચ્છો છો કે ભાજપ ના જે પેજ પ્રમુખો છે, ગુજરાત ની ઈમાનદારી થી ટેક્સ ભરતી જે આમ જનતા છે એમને મફત સુવિધા રૂપે જે વળતર મળી શકે છે, એ તમારા થી જોવાતું નથી.
હું ભાજપ ના પેજ પ્રમુખ અને ગુજરાત ની જનતા ને કહેવા માંગુ છું કે, સી.આર. પાટીલ જી તમને ભ્રમિત કરી રહ્યા છે. ભાજપ ના બધા મંત્રી અને ધારાસભ્યો ને બધી સુવિધા મફત માં મળે છે એનાથી તેમને કોઈ જ વાંધો નથી પરંતુ ભાજપ ના પેજ પ્રમુખ અને ગુજરાત ની જનતા ને કોઈ સુવિધા આપવાની વાત કરે તો તેમણે તેનાથી તકલીફ થાય છે.
સાચા અર્થે કોઈ સુવિધા મફત માં મળતી જ નથી, એ બધું તો જનતા ના ટેક્સ ના પૈસા થી જ જનતા ને આપવામાં આવે છે. મફત સુવિધા તો એ છે જે ભાજપ સરકાર તેમના પ્રિય ઉદ્યોગપતિઓ ને આપે છે. છેલ્લા 8 વર્ષ થી મોટા ઉદ્યોગપતિઓના મફત માં સાડા અગિયાર લાખ કરોડનું દેવું માફ કરી દીધું છે, એને મફત કહેવાય અને તેને જ રેવડી ઓ વેચવું કહેવાય.
આગળ જણાવતા તેમને કહ્યું, મારી ગુજરાતની જનતા થી વિનંતી છે કે, ભાજપ ના સી.આર. પાટીલ તમને ભ્રમિત કરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. પણ તમે એમની વાતો માં આવશો નહિ, સત્ય શું છે તે જાણવાનો અને સમજવાનો પ્રયાસ કરજો. સાથે જ મારી ભાજપ ના પેજ પ્રમુખો થી વિનંતી છે કે તેઓ આમ આદમી પાર્ટી માટે મત અપાવશે તો જે આજ સુધી છેલ્લા 27 વર્ષથી ભાજપ એ જનતાને નથી આપ્યું એના કરતા ઘણું, તમારા હક નું, તમારા પોતાના ટેક્સ ના પૈસા નું જ આમ આદમી પાર્ટી ફક્ત 5 વર્ષ માં આપશે. અને જો આમ આદમી પાર્ટી પોતાની ગેરેંટી પુરી પાડવામાં સફળ થાય તો જ તમે બીજી વાર આમ આદમી પાર્ટી ને મત આપજો. અને જે લોકો ભ્રમ ફેલાવવાનું કામ કરી રહ્યા છે તેનાથી ચેતીને રહેજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.