ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને માત્ર એક જ દીવસ બાકી રહ્યો છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર આપી શકે તેવું લાગતું નથી. પરંતુ આમ આદમી પાર્ટી(AAP) વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) ગુજરાત પ્રવાસે આવ્યા છે અને ગઈકાલે સાંજે સુરત(Surat)ના કિરણચોક(Kiranchowk) ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ જંગી સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા, વરાછા વિધાનસભાના ઉમેદવાર અલ્પેશ કથીરિયા, કામરેજ વિધાનસભાના ઉમેદવાર રામ ધડુક, ઓલપાડ વિધાનસભાના ઉમેદવાર ધાર્મિક માલવિયા સહીત અનેક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે કે, આ જંગી સભામાં જનતાનું કીડિયારું ઉભરાય આવ્યું હતું. જ્યાં નજર કરીએ ત્યાં લોકો જ બતાઈ રહ્યા હતા. અલ્પેશ કથીરિયાએ પરિવર્તનના નાદ શરુ કરતા કિરણ ચોકમાં અનોખા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. કદાચ આ તસ્વીરો અને દ્રશ્યો જોઇને ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના છાતીના પાટિયા બેસી ગયા હશે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.