હાલમાં સુરત શહેરમાથી એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેને જાણીને આપણે ખુબ આશ્વર્ય થશે. સુરત મેયરનો આ બંગલો જોઈએ અંજાઈ ન જતા, સુરતના મેયર હેમાલી બોઘાવાલા મસ્ત મહેલ બાંધીને મ્હાલી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં સુરતમાં કેટલાય લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તેમજ ઉદ્યોગ ધંધા પર અસર થતા પરિવારો હાલકી ભોગવી રહ્યા છે ત્યારે મેડમને કામનું ભારણ તથા તેનો તણાવ ઓછો થાય તે માટે મેડિટેશન રૂમ બનાવવામાં આવ્યો છે.
મેયરના મહેલ સામે મંત્રીઓના બંગલા ઝાંખા પડે:
આ બંગલામાં કુલ 6 બેડરૂમ આવેલા છે તેમજ પ્રાઈવેટ ઝોનમાં લિવિંગ રૂમ તથા ફોર્મલ ડાઈનિંગ રૂમ પણ બનાવવામાં આવ્યા છે. આટલું જ નહીં મેયરના 5 કરોડથી વધુની કિંમતના બંગલાનું વીજબિલ પણ 51,000થી વધારે આવ્યું છે. જો કે, મેયર હેમાલી બોઘાવાલા બંગલામાં રહેવા ગયા પછી બિલમાં 4 ગણો વધારો થયો છે.
પ્રજાના પૈસા આમ વેડફવા કેટલા યોગ્ય ?
આ મહેલમાં અભેદ્ય સુરક્ષા માટે અદ્યતન નાઈટ વિઝન કેમેરા પણ લગાવી દેવામાં આવ્યા છે. મેયરના રહેવા ગયા પછી 3 જુલાઇએ સૌપ્રથમ બિલ પણ આવ્યું છે. આ ઇલેકટ્રીક બિલ 51,890 રૂપિયા આવ્યું છે. હજી ગેસ બિલ સહિતના યુટિલિટી બિલ હવે આવવાની શરૂઆત થશે. જયારે ગેસ કનેક્શન માટે ગત તારીખ 23 જૂને રૂપિયા 9,394 તેમજ તારીખ 2 જૂને 5,854 રૂપિયા ભરવામાં આવ્યાં છે.
મંત્રી નિવાસ કરતા પણ વધુ સુવિધા:
એક બાજુ મનપાની તિજોરી ખાલી થઇ રહી છે તો બીજી બાજુ સુરતમાં 5 કરોડનો બંગલો તૈયાર થઇ ગયો છે. મેયરના આ બંગલાના ઇન્ટીરીયર ડેકોરેશન પાછળ 1.25 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે મનપાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
સુવિધાઓ જોઈને આંખો પહોળી થઈ જશે:
SMCની તિજોરીના તળિયા દેખાતા એવી પરીસ્થિતિ સર્જાઈ છે કે, તંત્રએ નાણાં એકત્ર કરવા માટે 5 પ્લોટ હરાજીમાં મુકવા પડ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં આવેલ અલથાણ નજીક મેયરના બંગલા બનાવવા માટે 5 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આની સાથે જ તેમાં હવે કુલ 1.25 કરોડનું ઇન્ટિરિયર પણ કરવામાં આવ્યું છે.
સુરત મેયરનો 5 કરોડનો બંગલો:
મેયરનો આ બંગલો કુલ 5,983 સ્કવેર મીટર એરિયામાં તૈયાર કરવામાં આવ્યો છે. આ બંગલામાં ગાર્ડન, 2 માસ્ટર બેડરૂમ, ગેસ્ટ રૂમ, સર્વન્ટ રૂમ, કિચન, ડાઇનિંગ તથા ઓફિસ સહિતની બધી જ સુવિધાઓ ઉભી કર છે. આની સાથે જ બંગલામાં ઇન્ટિરિયર માટે સવા કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. બંગલામાં સિક્યુરિટી કેબિન, સર્વન્ટ ક્વાર્ટર બનાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.