ગુજરાત(Gujarat): મુંબઇના IITના હોસ્ટેલ(Mumbai IIT Hostel)ના સાતમાં માળેથી કૂદીને અમદાવાદ(Ahmedabad)ના યુવકે આપઘાત કરી લીધાની ઘટના સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર, મૃતક યુવક મૂળ અમદાવાદનો રહેવાસી હતો અને IIT મુંબઇમાં અભ્યાસ કરી રહ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા હાલમાં પણ અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદમાં રહેતા મૃતકના પરિવારજનોનો આરોપ લગાવ્યા છે કે, મૃતક દલિત સમાજનો હતો અને ભણવામાં હોશિયાર હતો તેથી તેની હત્યા કરી દેવામાં આવી છે. વધુમાં કહ્યું કે, મૃતકને એડમિશન લીધું ત્યારથી કેટલાક લોકો હેરાન-પરેશાન કરતા હતા.
મળતી માહિતી અનુસાર, દર્શન સોલંકી મૂળ અમદાવાદના મણીનગરમાં મ્યુનિસિપલ ક્વાર્ટસમાં રહેતો હતો. દર્શનના પરિવારમાં તેમના માતા-પિતા, એક બહેન અને દાદા-દાદી હતી. જે પૈકી પિતા રમેશભાઈ પ્લમ્બિંગનું કામ કરીને છૂટક મજૂરીનું કરતા હતા. દર્શન સોલંકી શરૂઆતથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. ધોરણ 12 સાયન્સમાં પણ 86 ટકા આવ્યા હતા. JEEની પરીક્ષા આપી હતી પરંતુ મેરિટમાં ના આવવાને કારણે દર્શને એક વર્ષનો ડ્રોપ લઇને ફરીથી JEEની પરીક્ષા આપી હતી. IITમાં ભણવાનું સપનું હોવાથી તેમણે મહેનત કરીને JEEમાં એડમિશન પ્રાપ્ત કર્યું હતું.
મહત્વનું છે કે, દર્શનને દિવાળી પહેલા જ IITમાં એડમિશન મળ્યું હતું. 12 ફેબ્રુઆરીના રોજ દર્શને સવારે પોતાના પરિવારને ફોન કર્યો હતો અને માતાને કહ્યું હતું કે, હું ફરવા જાવ છું જેથી રજા હોવાથી તેના માતાએ તેને હેરાન ના કર્યો અને તેને સાંજે ફોન કરવા માટે જણાવ્યું હતું. દર્શન ફરવા ગયો અને ખુશ હોવાને કારણે તેનો પરિવાર પણ ખુશ હતો. પરંતુ આ ખુશી લાંબા સમય સુધી ટકી શકી ન હતી. દર્શનના પિતા રમેશભાઈને એક પછી એક એમ ત્રણ કોલ આવ્યા હતા. જેના કારણે તેમના મનમાં ડર ઘુસી ગયો હતો અને તે ફ્લાઈટમાં મુંબઇ જવા રવાના થઇ ગયા હતા.
આ દરમિયાન અજાણ્યા નંબર પરથી દર્શનના પિતા રમેશભાઈને વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનારે પોતે IITમાંથી બોલે છે તેવું કહીને કહ્યું કે, દર્શનનો અકસ્માત થયો છે અને તમે મુંબઇ આવી જાવ જેને કારણે રમેશભાઈ તૈયારી કરવા લાગ્યા હતા અને ત્યારે જ બીજો ફોન આવ્યો કે તમે તમારી પત્નીને પણ લેતા આવજો. ત્યારબાદ ત્રીજો ફોન આવ્યો જેમાં તેમણે કહ્યું કે, ફ્લાઇટમાં આવજો જેથી રમેશભાઈને કંઇ ખોટું થયાના અણસાર આવ્યો અને તેઓ ઝડપથી ફ્લાઈટમાં મુંબઇ પહોંચ્યા ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
દર્શનના પિતા રમેશભાઈએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, શિડયૂલ કાસ્ટના હોવાથી ત્યાં રેગિંગ થતું હતું. મને આ આત્મહત્યા નથી લાગતી, મારા દીકરાની હત્યા કરવામાં આવી છે. શરૂઆતથી ફોન આવ્યો ત્યારથી જ કંઈ ખોટું થયું હોય તેવું લાગી રહ્યું હતું. મે દર્શનના મિત્ર વિધેશને ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન ઉઠાવ્યો ના હતો. ઓમ નામના બીજા વિદ્યાર્થી સાથે વાત થઈ હતી તેણે જણાવતા કહ્યું કે, દર્શન પડી ગયો છે અને દર્શન બેભાન છે અને સિરિયસ છે. IITમાં એન્ટ્રેસ સિવાય ક્યાંય પણ સીસીટીવી નથી. અમે સીસીટીવી માંગ્યા તો કહ્યું કે, વિદ્યાર્થીઓની પ્રાઈવસીને લઇને સીસીટીવી રાખવામાં આવ્યા નથી.
દર્શનના પિતા રમેશભાઈને મુંબઇ પહોંચતાં જ જાણ થઈ કે તેમના દીકરાએ હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે. આ સમાચાર સાંભળીને તેમનાં પત્નીને પણ આઘાત લાગ્યો હતો. બંનેને IITની હોસ્ટેલના રૂમમાં રાખવામાં આવ્યાં હતાં. બીજા દિવસે સવારે પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. જોકે દર્શનના પિતા રમેશભાઈને આ સીધી આપઘાતની ઘટના નહોતી લાગતી, અને તેમનું માનવું હતું કે, તેમનો દીકરો આપઘાત ના કરી શકે, આ હત્યા જ છે. જોકે દીકરાનો મૃતદેહ હોવાથી તેમણે મણિનગર ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો અને અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.