ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ એ એક મહત્વપૂર્ણ મુદ્દે વાત કરતા વિડીયોમાધ્યમથી કહ્યું કે, ગુજરાતમાં સરકારી શાળામાં સત્ર શરૂ થયા ને અંદાજિત 2 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આજે અનેક સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પણ મળ્યા નથી. આ ખુબ જ ગંભીર બાબત છે.
વધુમાં તેમને કહ્યું કે, ભાજપ સરકાર નું કેહવું છે કે, ટેક્નિકલ ખામી ના કારણે સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકો આપી શકાયા નથી. ટેક્નિકલ ખામી હોય કે ભાજપ સરકાર ની બેદરકારી હોય, મુખ્ય મુદ્દો એ છે કે, શાળામાં જે માસૂમ બાળકો આવે છે એમનો શું વાંક? આજે 2 મહિના વીતી છતાં પણ આજે બાળકોને પાઠ્યપુસ્તકો મળતા નથી ત્યારે આ જવાબદારી કોની? અને હું ખાસ કહેવા માંગુ છું કે, જે ગુજરાતના ભાજપ સરકાર ના નેતાઓ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની શિક્ષણ નીતિ જોવા ગયા હતા એમને પહેલા ગુજરાતની કથળી ગયેલી શિક્ષણ નીતિ પર ધ્યાન આપવાની જરૂર છે. પાઠ્યપુસ્તકો વગર બાળકો કેવી રીતે ભણશે.
પ્રવીણ રામ એ કહ્યું કે, આમ આદમી પાર્ટી વતી હું સરકારને ચેતવણી આપું છું કે, ટૂંક સમય ની અંદર ગુજરાત ની જેટલી પણ શાળા ઓ બાકી છે ત્યાં પાઠ્યપુસ્તકો પહોચાડવામાં આવે અને જો પહોંચાડવામાં નહિ આવે તો ચોક્કસ પણે આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.