ગૌશાળા ના નામે ફક્ત ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે, જેના કારણે 20 ગાયોનાં થયા મોત: AAP નેતા ઇસુદાન ગઢવી

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડિયો ના માધ્યમથી એક દુઃખદ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલીત પાંજરાપોળમાં એક ગૌશાળામાં 20 જેટલી ગાયોના મૌત નિપજ્યા છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે, AMC અને રાજ્યમાં વર્ષોથી ભાજપની સરકાર છે અને આ ભ્રષ્ટ ભાજપ સરકાર ગૌશાળાની ગાયો ને પૂરતા પ્રમાણમાં ખોરાક પણ નથી આપી શકતી, વરસાદમાં તેમના માટે કોઈ સારી વ્યવસ્થા પણ નથી કરી શકતી. આજ કારણે આજે ૨૦થી વધુ ગાયો મૃત્યુ પામી છે અને તેમની સારવાર માટે જે ડોક્ટરો નિયુક્ત કરવામાં આવે છે તે પણ ક્યાં છે કોઈ નથી જાણતું.

વધુમાં તેમણે કહ્યું કે, ભાજપ સરકારની જવાબદારી છે કે, ગાયોને પૂરતા પ્રમાણમાં ખોરાક મળે, તેમને મેડીકલ સારવાર મળે, ઋતુ પ્રમાણે તેમને રાખવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. પણ આ બધી જ વ્યવસ્થા કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે અને એના પરિણામ રૂપે આજે આપણી સામે ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે.

ઈસુદાન ગઢવીએ ભાજપ સરકારને આદેહાથ લેતા કહ્યું કે, ભાજપના નેતાઓએ ફક્ત ભ્રષ્ટાચાર કરવા પર જ ધ્યાન આપ્યું છે, તેે હંમેશા એ જ શોધતા હોય છે કે ક્યાંથી ભ્રષ્ટાચાર કરી શકાય. ભાજપના નેતાઓએ હંમેશાં ગાયો ના નામે વોટ માંગ્યા છે પરંતુ ક્યારેય પણ એમણે ગાયો વિશે ચિંતા કરી નથી અને ક્યારેય તેમની રખેવાળી કરી નથી, આ ખૂબ જ નિમ્ન કક્ષાનુ કાર્ય ભાજપ કરી રહી છે. ભાજપ ભલે ગાયના નામે વોટ માંગે પરંતુ તેના કામ પરથી તેની માનસિકતા ગાય વિરોધી લાગી રહી છે.

આ પહેલા પણ અવારનવાર ગાયોના મૃત્યુના સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ પરંતુ ભાજપના પેટનું પાણી નથી હલતું. આજે આવી ઘટનાઓ સામે આવ્યા બાદ ગુજરાતની પ્રજાએ ભાજપની દોગલી નીતિને જાણી ગઈ છે અને વખત આવતી ચૂંટણીમાં પ્રજા આનો જવાબ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *