વડોદરામાં દારુ ઘુસાડવા માટે બુટલેગરે એવો કીમિયો અપનાવ્યો કે.., પોલીસ પણ ચડી ગોટે

ગુજરાત: દારૂ (Alcohol) નું વેચાણ કરવા માટે બુટલેગર (Bootlegger) તેમજ દારૂનો જથ્થો પહોંચાડનાર ખેપિયાઓ પોલીસ (Police) થી બચવા માટે નતનવી તરકીબો અજમાવતા રહેતા હોય છે ત્યારે હવે સાયબર કાફે (Cybercafe) માં બનાવટી ઇનવોઇસ બનાવીને ટ્રાન્સપોર્ટ મારફતે મુંબઈ (Mumbai) થી દારૂ મંગાવીને વેચાણ કરવાનો વડોદરા (Vadodara) બુટલેગરનો નવો કીમિયો સામે આવ્યો છે.

2.29 લાખ ઉપરાંતની મત્તા કબજે કર્યો:
PCB પોલીસ દ્વારા ટ્રાન્સપોર્ટ ઉપરથી દારૂના જથ્થાનું પાર્સલ મેળવીને બુટલેગર સુધી પહોંચાડવા જતાં ઇકો કાર ચાલકને દારૂના જથ્થાની સાથે પકડી પાડીને નામચીન બૂટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બિયરનો જથ્થો, મોબાઇલ ફોન તેમજ કાર મળીને 2.29 લાખ ઉપરાંતની મત્તા કબજે કરીને આરોપી તથા મુદામાલનો કબજો કારેલીબાગ પોલીસને સોંપી દેવાયો છે .

પોલીસે વોચ ગોઠવી કારને રોકી:
આગામી દિવસોમાં દિવાળી પર્વ હોવાને લીધે વિદેશી દારૂના વેચાણ ઉપર રોક કરવાના હેતુથી પોલીસ તંત્ર સજ્જ થઈ ચુક્યું છે. જેના ભાગ સ્વરૂપે પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, કારેલીબાગ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ જલારામ મંદિર બહુચરાજી રોડ પરથી દારૂ ભરેલી ઇકો કાર પસાર થવાની છે કે, જેને આધારે પોલીસે વોચ ગોઠવીને ઇકો કારને અટકાવી હતી.

બનાવટી ઇનવોઇસ બનાવી ટ્રાન્સપોર્ટ મારફતે મુંબઇથી દારૂ મંગાવ્યો:
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કારચાલક મનોજ કાંતિભાઈ મારવાડી હોવાનું સામે આવ્યું હતું. આ તપાસ વખતે કારમાંથી 214 નંગ બિયર ટીનના 9 બોક્સ મળી આવ્યા હતા. આ જથ્થો મુંબઇના ઠેકા ઉપરથી પાર્સલ કરીને સાયબર કાફેમાં મૈત્રી એન્ટરપ્રાઇઝનું બિલ બનાવી આપ્યું હતું.

જેના આધારે મુંબઈના દલાલ મારફતે ટ્રાન્સપોર્ટમાં વડોદરાની ભાવના રોડવેઝમાં કાર્ટૂન મોકલી આપીને ત્યાંથી દારૂનો જથ્થો મેળવીને કારેલીબાગ આર્ય કન્યા નજીક રહેતા તેમજ દારૂનું વેચાણ કરતા નામચીન બૂટલેગર મનોજ કહારને પહોચાડવાનો હોવાની આરોપી દ્વારા કબૂલાત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *