બે ગુજરાત સમાય જાય એવડું બીપોરજોય વાવાઝોડું આવી રહ્યું છે- જાણો હવામાન વિભાગે શું કહ્યું

Cyclone biporjoy is coming towards Gujarat: ગુજરાત રાજ્યમાં આગામી તારીખ 12 જૂન થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડું (Biporjoy Cyclone) આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે પોરબંદર થી નલિયા વચ્ચે વાવાઝોડુ ટકરાઈ શકે છે. મળેલી માહિતી અનુસાર જુન મહિનાના પ્રથમ દસ દિવસમાં એકસાથે બે વાવાઝોડા ટકરાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

ત્યારે એક વાવાઝોડું ગુજરાત રાજ્ય તરફ આવી રહ્યું છે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત રાજ્ય પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. તારીખ 7 જૂને લક્ષદ્રીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી પણ સંભાવના કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ બનવાની છે, આ સાયક્લોનિક સિસ્ટમને બિપોરજોય નામ આપવામાં આવ્યું છે. શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે, વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ છે. ગુજરાત રાજ્યના દરિયા કિનારાની તારીખ 13 જૂનની આસપાસ વાવાઝોડાનો ખતરો રહેલો છે.

મળતી માહિતી અનુસાર જો આ વાવાઝોડું છેલ્લે ફંટાઈ જાય તો તે પાકિસ્તાનનાં કરાંચી તરફ જઈ શકે તેવી સંભાવના છે. તારીખ 12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા છે. તેમજ દરિયા કિનારે 50 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત પાસે બિપોરજોય વાવાઝોડું આવી રહ્યું છે, પરંતુ રાહતના સમાચાર એ છે કે આ વાવાઝોડું ગુજરાત રાજ્યના દરિયા પર નહિ ટકરાય. પ્રાપ્ત માહિતી અનુસાર બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાશે. તારીખ 10 જુને આ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે અને તારીખ 12 જુને તે પાકિસ્તાનમાં ટકરાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર બિપોરજોય વાવાઝોડુંની અસર ગુજરાત રાજ્ય પર જોવા મળશે. આ બિપોરજોય વાવાઝોડાની ગુજરાત રાજ્યમા જોવા મળશે, આ વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાત રાજ્યમા વરસાદ જોવા મળશે. સાથે જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો આપશે તેવી શક્યતા છે. સાથે જ આ દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.

જો વાત અમદાવાદની કરવામાં આવે તો, આજ વહેલી સવારથી જ અમદાવાદ અને ગુજરાત રાજ્ય સહિત તેના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. તેમાં પાટણ, અરવલ્લી, અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં એકદમ ઠંકક ફેલાઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *