ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ એક મહત્વપૂર્ણ મુદ્દે જાણકારી આપતા કહ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા જામનગર જિલ્લાના જાંબુડા ગામ ખાતે “જનસંવાદ” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસે દિવસે જેમ જેમ આમ આદમી પાર્ટી નું પ્રભુત્વ વધતું જાય છે, એમ દરેક સમાજ અને દરેક પાર્ટી ના લોકો ગુજરાત નું ભાગ્ય બદલવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાત ના સૌથી મોટા સંગઠન નું રૂપ લેવા જઈ રહ્યું છે.
અમને જણાવતા ખુશી થાય છે કે, ગુજરાતના જાણીતા ભાજપના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ ના પુત્રવધુ દિવ્યાબેન પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સમગ્ર ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી જ લોકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના પણ કેટલાક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. અને આ ઉપરાંત બિન રાજકીય લોકો પણ હાલ આમ આદમી પાર્ટી સાથે જોડાવાનું પસંદ કરી રહ્યા છે.
તે જ કડી માં આગળ વધતા જામનગરમાં રહેતા દિવ્યાબેન પટેલ આમ આદમી પાર્ટી ની વિચારધારા થી પ્રભાવિત થઈને ઈમાનદાર આમ આદમી પાર્ટી સાથે જોડાવાનું પસંદ કર્યું છે. દિવ્યાબેન પટેલ ના જોડાવાથી જામનગર ના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જેમાં નોંધપાત્ર છે કે દિવ્યાબેન પટેલ જામનગર જિલ્લાની લોકસભા બેઠક પર સતત પાંચ વખત વિજય થનાર ભાજપના પૂર્વ સાંસદ સભ્ય ચંદ્રેશભાઇ પટેલ ના મોટા પુત્ર હિતેશભાઈ ના ધર્મ પત્ની છે.
દિવ્યાબેન પટેલ જામનગર જિલ્લાના જાંબુડા ગામે યોજાયેલ જનસંવાદ કાર્યક્રમ દરમિયાન પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે વિધિવત જોડાયા છે. જેમનું આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી દ્વારા ટોપી અને ખેસ પહેરાવી ને સન્માન કરવામાં આવ્યું છે.
દિવ્યાબેન પટેલ નું કહેવું છે કે, હવે ધીરે ધીરે લોકો સમજી રહ્યા છે કે, કોણ ભ્રષ્ટાચારી છે અને કોણ ઈમાનદાર. હું પોતે ભાજપ માટે કામ કરતા નેતા ના પરિવાર થી આગળ આવી છું, મેં બધું નજીક થી જોયું છે. એટલે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ખતમ કરવા આપણે જ નિર્ણય લેવા પડશે. આપણે જ કમળ ની પાંખડીઓ ને નીચે ફેંકીને તેને ઝાડુ થી સાફ કરવાની છે. મને આમ આદમી પાર્ટી માં જોડાવા બદલ હું આમ આદમી પાર્ટી ના દરેક નેતા નો આભાર માનું છું.
હવે ભાજપ ના પણ ઘણા લોકો સમજી રહ્યા છે કે, ગુજરાત નું ભલું કરવું હોય તો આમ આદમી પાર્ટી જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે. કેમ કે, આમ આદમી પાર્ટી એ ઈમાનદાર અને ભણેલા ગણેલા લોકો ની પાર્ટી છે. જે પ્રમાણ માં ગુજરાત ની જનતા આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહી છે તે પરથી કહી શકાય છે કે હવે ટૂંક સમયમાં જ ગુજરાત માં સકારાત્મક પરિવર્તન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.