રાજકોટ(Rajkot): જેઓને જીવનમાં સિદ્ધિ હાંસલ કરવી જ હોય, તેઓ ગમી તેટલી અડચણો આવવા છતાં પણ સફળતા પ્રાપ્ત કરીને જ જંપે છે. એટલે જ તો કહેવાય છે કે, મન મક્કમ હોય તો હિમાલય (Himalaya) પણ નડતો નથી. ત્યારે આજે અમે તમને એક એવા જ વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે પોતાનામાં જ એક પ્રેરણા છે. આ વ્યક્તિ 80 ટકા દિવ્યાંગ હોવા છતાં આજે દિવ્યાંગ લોકો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે.
મળતી માહિતી અનુસાર, વિપુલભાઈ બોકરવાડીયા નામના વ્યક્તિ રાજકોટના રહેવાસી છે. હાલ તેઓ દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ બન્યા છે. જાણવા મળ્યું છે કે, તેઓને માત્ર બે વર્ષની ઉમરે જ પગમાં વિંકલાંગતા આવી ગઈ હતી. ત્યારે આ અંગે વિપુલભાઈએ જણાવ્યું છે કે, બે વર્ષની ઉમરે જ હું 80 ટકા વિકલાંગ બની ગયો હતો. પછી મે ધીમે ધીમે મારો અભ્યાસ કર્યો, પછી મને એવુ થયું કે મારે કંઈક એવુ કરવુ જોઈએ કે જેનાથી લોકોને પ્રેરણા મળે.
આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને ભગવાનમાં અતૂટ વિશ્વાસ છે. જેના કારણે મેં જુનાગઢ Girnar ચડવાનું નક્કી કર્યું હતું. જેને પગલે 2012માં પહેલી વખત મે 5 વ્યક્તિ સાથે જુનાગઢ Girnar ચડવા માટે ગયા હતા. એમ કરતા કરતા અમે દર વર્ષે જઈએ છીએ. અને અમે 7 વખત જઈ આવ્યા છીએ અને આ વખતે અમે 8મી વાર ગિરનાર ચડવા જઈએ છીએ. પણ આ વખતે મારી સાથે 80-90 મિત્રો છે. આ બધા મિત્રો મને મનોરંજન પુરૂ પાડીને મારો ઉત્સાહ વધારે છે.
જાણવા મળ્યું છે કે, વિપુલભાઈને 2018 માં મને India Book of records ma સ્થાન પણ મળ્યું હતું. તેમજ તમને મેડલ પણ આપવામાં આવ્યો હતો. તેઓ દરેકને પ્રેરણા આપતા કહે છે કે, મારૂ મોટિવ તો દિવ્યાંગ લોકો માટે જ છે કે પગની અપંગતા હોય તો કેટલી બધી ચેલેન્જો સામે આવે છે. તો તેને પાર પાડે નહીં કેહિંમત હારે. હું એમ નથી કહેતો કે તેઓ ગિરનાર ચડે. પણ તેઓ જે પણ ફિલ્ડમાં જે તે ફિલ્ડમાં આગળ વધે. મન મક્કમ હોય તોઆપણે જીનમાં ગમે તે કરી શકીએ છીએ.
આગળ તેઓ જણાવે છે કે, પહેલા તો મારા સંબંધીઓએ પણ મને ના પાડી હતી. પણ મે મારૂ મન મક્કમ રાખ્યું હતું અને હું Girnar ચડવા માટે ગયો હતો. હું 2 વખત દતાત્રેય અને 5 વખત હું અંબાજી જઈ આવ્યો છું. ત્યારે તમના મિત્ર પિનલ ટિલવાએ કહ્યું હતું કે, વિપુલભાઈ અમારા પરમ મિત્ર છે. આ એક એવા યુવાન છે કે જે પોતે દિવ્યાંગ છે તો પણ તેઓ દર વર્ષ ગિરનાર ચડવા થાય છે. એટલે અમને એમ છે કે જો એ ચડી શકતા હોય તો આપણે કેમ નહીં. અમે એની સાથે જ્યારે ચાલીએ છીએ ત્યારે અમને જે ઝુનુન મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.