CCTV: આખલાઓએ વિદ્યાર્થીથી ભરેલી રીક્ષા ઉંધા માથે નાખી… શાળાએ પહોચે તે પહેલા જ હોસ્પિટલ પહોચી ગયો બાળક

રખડતા ઢોરો (Stray cattle) નો આંતક અવાર નવાર સામે આવતો જ રહે છે. જેના કારણે કેટલાય લોકોના જીવ જતા હોય છે. ત્યારે હાલ તો એક ચોકાવનારો વિડીયો સામે આવ્યો છે. જેમાં જેતપુર (Jetpur)ના ટાકુડીપરા વિસ્તારમાં આજે બપોરે 12 વાગ્યા આસપાસ બે આખલા યુદ્ધ પર ઊતરી આવ્યા હતા, જેમાં એક આખલાની જોરદાર ટક્કરથી 10થી વધુ વિદ્યાર્થી ભરેલી ચાલુ રિક્ષા રિક્ષા ઊંધી વળી ગઈ હતી, આથી વિદ્યાર્થીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા અને ચિચિયારી કરવા માંડ્યા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

શું દેખાય છે સીસીટીવીમાં?
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઇ છે. જેમાં જોઈ શકાઈ છે કે, એક ગાય અને એક આખલો ટાકુડીપરા વિસ્તારમાં એક શેરીમાં ચાલીને જઈ રહ્યા છે. આજુબાજુમાંથી લોકો, વાહનચાલકો પણ પસાર થઈ રહ્યા છે. ગાય અને આખલો ચાલતાં ચાલતાં 20 ફૂટ જેવા આગળ જાય છે ત્યારે સામે એક કાળા કલરનો આખલો ઊભો જોવા મળે છે. આ આખલો ગાય અને આખલા પર હુમલો કરી દે છે. આ સમયે જ 10થી વધુ વિદ્યાર્થી ભરેલી રિક્ષા બાજુમાંથી પસાર થવાનો પ્રયાસ કરે છે.

એક આખલાની ઢીંકથી બીજો ઊલળીને રિક્ષા પર પડ્યો:
આ દરમિયાન જ કાળા રંગના આખલાની જોરદાર ઢીંકથી ગાય રિક્ષા સાથે અથડાતા રિક્ષા પલટી ખાઈને ઊંધી વળી જાય છે. રિક્ષા ઊંધી વળતાં જ વિદ્યાર્થીઓ ચિચિયારી કરવા લાગે છે, પરંતુ એ જ ક્ષણે આજુબાજુમાંથી લોકો દોડી આવે છે અને ઊંધી વળેલી રિક્ષાને ઊભી કરે છે. જોકે આ બનાવમાં એક વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચે છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

બનાવથી વિદ્યાર્થીઓમાં ડર:
ઘટનાને પગલે વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, કેટલાક વિદ્યાર્થીઓ તો રડવા લાગ્યા હતા. ત્યારે બાજુના ઘરમાંથી દોડી આવેલા લોકોએ વિદ્યાર્થીઓને શાંત કર્યા હતા. સહેજમાં જ મોટી દુર્ઘટના સર્જાતા ટળતાં વાલીઓએ પણ હાશકારો અનુભવ્યો હતો. તેમજ અવાર નવાર આવી ઘટનાઓ સામે આવતી જ રહેતી હોવાથી લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. સાથે જ કહેવામાં આવ્યું છે કે, અનેક લોકોના જીવ ગયા હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *