હવામાન વિભાગની આગાહી- આગામી 3 દિવસ ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત, 8 ડિગ્રી સાથે રાજ્યનું આ શહેર રહ્યું સૌથી ઠંડુ

Meteorological Department Forecast: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના(Meteorological department forecast) જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહી. આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફાર નહી જોવા મળે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.

ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે
રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે ઠંડી વધી છે. રાજ્યના 15 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે નોંધાયું છે. 10.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. જે બાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. આ સાથે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે આકાશ સ્વચ્છ રહે તેવી શક્યતા છે. આ સાથે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.

ગુજરાતને ઠંડીમાંથી ક્યારે મળશે રાહત?
હવામાન કેન્દ્ર અમદાવાદના રામાશ્રય યાદવે કહ્યું હતું કે, ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી. તેમજ આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. જો કે ત્યાર પછી રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા દર્શાવી છે. પવનની ગતિ બદલાતા ઠંડીમાંથી રાહત મળશે.

કેટલાક શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે
ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે. જેથી કરીને રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો હતો. રાજયનાં 15 શહેરોનું તાપમાન 15 ડિગ્રીએ પહોંચી ગયું છે. ગુજરાતના નલિયામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે રાજ્યમાં ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે.મંગળવારે રાજ્યમાં ભાવનગર સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ. ભાવનગરમાં સૌથી નીચું તાપમાન 10.5 ડિગ્રી નોંધાયુ હતુ. આ સાથે અમદાવાદમાં 12.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.