મહિનાના પહેલા જ દિવસે ગરમીએ 76 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હિટવેવની ઘાતક આગાહી- તાપમાન તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા

હજુ તો આજે એપ્રિલ મહિનાની શરૂઆત થઈ છે ત્યાં તો તાપમાન નવા રેકોર્ડ બનાવવા લાગ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી નોંધાયું હતું. જેનાથી છેલ્લા 76 વર્ષનો રેકોર્ડ તુટ્યો છે. આ પહેલા આ 1945 માં થયું હતું. તે સમયે, 40.5° સે તાપમાન નોંધાયું હતું.

રાજધાની તેમજ મહારાષ્ટ્રના પુણેમાં તાપમાનનો પારો 40.1 ડિગ્રી નોંધાયો હતો. ઘણા રાજ્યો હીટ સ્ટ્રોકની પકડમાં છે. મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા સહિતના ઘણા રાજ્યોમાં તાપમાનનો પારો આશરે 40 ડિગ્રીની આસપાસ અથવા તેનાથી વધુ હોવાનો અંદાજ છે.

ભારતીય હવામાન વિભાગે સૌથી મોટી ચેતવણી આપી છે. જેમાં આ વર્ષના ઉનાળામાં તાપમાન ઊંચુ રહેવાની ચેતવણી આપી હતી. ઈન્ડિયન મિટિરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)ના માર્ચના છેલ્લા દિવસે રજૂ થયેલા આકલન મુજબ એપ્રિલ-મે-જૂન દરમિયાન તાપમાન અનેક વિક્રમો સર્જશે. તાપમાનના જૂના વિક્રમો તૂટે અને વધારે ગરમીના નવા રેકોર્ડ નોંધાય એવી પણ શક્યતા છે. તો વળી દિલ્હીમાં ૨૦૧૦ પછીનો સૌથી ગરમ માર્ચ મહિનો નોંધાયો હતો.

દિલ્હીમાં ૨૦૧૦ પછીનો સૌથી ગરમ માર્ચ મહિનો નોંધાયો
IMDના કહેવા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ, કર્ણાટક, કોંકણ, આખુ ઉત્તર ભારત, ઝારખંડ, છત્તીશગઢ, ઓડિશા વગેરેમાં ગરમી વધારે પડશે. સરેરાશ કરતા ઉનાળાનું તાપમાન ઊંચુ નોંધાશે. રાતે પણ વધુ ગરમી જોવા મળશે. દેશમાં ગરમીની અત્યારથી જ શરૃઆત થઈ છે અને કેટલાક સ્થળોએ તાપમાન ૪૦ ડીગ્રી કરતા વધારે નોંધાયુ છે.

સૌરાષ્ટ્ર-કચ્છ, કર્ણાટક, કોંકણ, આખુ ઉત્તર ભારત, ઝારખંડ, છત્તીશગઢ, ઓડિશા વગેરેમાં ગરમી વધારે પડશે
હવામાન વિભાગની વિગતો પ્રમાણે હિટવેવની પણ શરૃઆત એપ્રિલની ૩જી તારખથી થશે. હિટવેવ ભારતમાં જીવલેણ નીવડે છે અને દર વર્ષે તેનાથી અનેક લોકો મૃત્યુ પામે છે. ખાસ કરીને પશ્ચિમ ભારતના ગુજરાતથી હરિયાણા સુધીના પટ્ટામાં હિટવેવથી ધરતી તપી ઉઠશે. એ લોકો માટે આકરી સ્થિતિ પેદા કરશે.

આ દરમિયાન, ૨૦૧૦ પછી માર્ચ મહિનો દિલ્હી માટે સૌથી ગરમ સાબિત થયો છે. માર્ચ દરમિયાન દિલ્હીમાં સરેરાશ તાપમાન ૩૩.૧ ડીગ્રી નોંધાયુ હતું. તો વળી સોમવારે તો દિલ્હીનું તાપમાન ૪૦.૧ ડીગ્રી હતું. છેલ્લા ૭૬ વર્ષમાં કોઈ પણ માર્ચ મહિના દરમિયાન નોંધાયેલુ એ સૌથી ઊંચુ તાપમાન હતું. દિલ્હીમાં માર્ચ ૨૦૧૦માં ૩૪.૧ ડીગ્રી સરેરાશ તાપમાન નોંધાયુ હતું.

ભારતનો પૂર્વ ભાગ, ઉત્તર ભાગ અને મધ્ય ભાગ દર વર્ષે ઉનાળામાં ભારે ગરમી અને હિટવેવનો સામનો કરે છે. લગાતાર કપાતા વૃક્ષો, ઔદ્યોગિક પ્રદૂષણ, શહેરીકરણના નામે આડેધડ બાંધકામ, હવાની અવર-જવર માટે ઓછી જગ્યા વગેરેને કારણે દરેક ઋતુ વધારે ઘાતક બની રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *