હાલમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ગુજરાતમાં પોસ્ટર વોર ચાલી રહ્યું છે ત્યારે હવે વડોદરામાં સ્થાનિક રાજકારણમાં પોસ્ટર વોર પછી રસ્તા પરનું લખાણ ચર્ચામાં આવ્યું છે. આજે સમગ્ર રાજ્યમાં હિંદુ વિરોધી કેજરીવાલના પોસ્ટરો લાગ્યા છે. કેજરીવાલની અગાઉની મુલાકાતમાં ક્યારેય નહિ અનુભવેલા વિરોધનો આજે સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલના આગમન પહેલા જ રસ્તા પર લખાયું કે હિંદુ વિરોધી કેજરીવાલ ગો બેક.
આજે સાંજે 4 વાગે આપ ના સંયોજક કેજરીવાલ અને પંજાબ ના મુખ્યમંત્રી જ્યારે શહેર માં રોડ શૉ કરવા જઈ રહ્યા ત્યારે આજે મધ્યમાં આવેલા સુરસાગરની આસપાસ તથા અન્યત્રે અનેક જગ્યાઓ પર કેજરીવાલના વિરોધમાં પોસ્ટરો મારવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ આજે એરપોર્ટની બહાર HINDU VIRODHI KEJRIWAL GO BACK રસ્તા પર લખવામાં આવ્યું છે. જેને કારણે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં આમ આદમીની પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે વડોદરાની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ વડોદરા પહોંચે તે પહેલા જ વાતાવરણ ગરમાયુ છે. અરવિંદ કેજરીવાલનાં આગમને લઇને જે વડોદરામાં હોર્ડિંગ ગેટ બનાવવામાં આવ્યા છે, તેને ઉતારવાની માંગ સાથે આપ અને બીજેપી આમને-સામને આવી ધક્કા-મુક્કીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે પોલીસને બોલાવવાની પણ ફરજ પડી હતી. આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.