રાજ્યમાં બાળકો ખુલ્લા બોર કે ગટરો (drains)માં ગરકાવ થવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે હાલ તો તંત્રની બેદરકારીએ એક માસુમનો જીવ લીધો છે. વિસનગર (Visanagar)માં એક 14 વર્ષીય કિશોરી ગટરની કેનાલમાં પડી ગઈ હતી, એને 2 કલાકની ભારે મથામણ બાદ બહાર કાઢવામાં આવી હતી, પરંતુ આખરે કિશોરી મોતને વહાલી થઈ હતી.
કેનાલમાં પડેલી જિયાને બચાવવા 75 વર્ષના દાદા કૂદયા :એકને તો બચાવી લીધી, પણ બીજી માટે 15 ફૂટ અંદર સુધી ગયો છતાં ન બચી pic.twitter.com/V9vNiNDNMd
— Trishul News (@TrishulNews) August 6, 2022
મળતી માહિતી અનુસાર, 14 વર્ષીય જિયા નાયી સ્કૂલ તરફથી આવી રહી હતી, ત્યારે અચાનક સાઇકલ પરનો કાબૂ ગુમાવતા તે અંદર ગટરલાઈનમાં પડી હતી. તેને બચાવવા માટે રામપુરા ગામના 75 વર્ષના અમૃતભાઈ પટેલે પળવારનો વિલંબ કર્યા વગર પાછળ કૂદ્યા હતા. જેમણે જીવને જોખમમાં મૂકીને તેનો જીવ બચાવવા ખૂબ મહેનત કરી હતી. જેમાં તેને બચાવવા જતાં અમૃતભાઇને પણ નાનીમોટી ઇજાઓ થવા પામી હતી. તેમ છતાં પણ દીકરી બચી શકી ન હતી.
ઘટનાને પગલે લોકોના ટોળે ટોળાં વળ્યાં હતા અને બાળકીને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી હતી. બાળકીને શોધવા પોલીસ તંત્ર, નગરપાલિકા સહિતની ટીમો કામો લાગી હતી. એટલું જ નહીં, જેસીબી ઉપરાંત એક ક્રેઈન, 108 અને ફાયર વિભાગે પણ ભારે જહેમત ઉઠાવી હતી. ભારે જહેમત કરી પાણીની વચ્ચે રહીને એને બહાર કાઢી હતી. અંદાજે 2 કલાક બાદ અન્ય ત્રણ વ્યક્તિઓ અંદર જઈને બાળકીને બહાર કાઢીને લાવ્યા હતા. તેમજ બાળકીને બચાવવા જતાં અમૃતભાઈને પણ શરીરે ઇજાઓ થઈ હતી.
ત્યારબાદ ઘટના સ્થળે સ્થાનિકો અને ફાયરની ટીમની ભારે જહેમત બાદ અંતે બાળકીને બહાર કાઢવામાં આવી હતી. જો કે બાળકી બહાર નીકળી ત્યારે તે બેભાન અવસ્થામાં હતી. આ પછી સ્થાનિકોએ તાત્કાલિક 108ને ફોન કરીને જાણ કરી. 108 આવી જતા બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ. ડોક્ટરોની ટીમ બાળકીને બચાવવા માટે સતત મહેનત કરી રહી હતી. જો કે અંતે બાળકીએ મોતને વ્હાલું કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.