રાજ્યમાં આવેલ સુરત શહેરમાં ગુનાઓના પ્રમાણમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. શહેરમાં પત્નીને ભગાડીને લઈ ગયેલા પ્રેમીના ભાઈની ક્રુરતાપુર્વક હત્યા કરીને લોખંડની આરીથી ગળાનો ભાગ ધડથી અલગ પાડી દેવાના 3 વર્ષ પહેલાં ચકચારી ઘટના બની હતી.
આ કેસમાં સંડોવાયેલા પતિ-દિયરની દિલ્હીથી ડિંડોલી પોલીસ દ્વારા ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી લેવામાં સફળતા મળી છે. હત્યારાએ હત્યા કર્યા પછી મૃતદેહને કરાડવા ગામના શેરડીના ખેતરમાં ફેંકી દેતા કુતરાઓએ માથાનો ભાગ ખાઈ જતા ફક્ત ખોપડીના હાંડકા તથા માથાના વાળ જ બચ્યા હતા. અહીં નોંધનીય છે કે, હત્યા કર્યા પછી બંને ભાઈ દિલ્હી ફરાર થઈ ગયા હતા તેમજ ત્યાં કડીયા મજુરી કામ કરી રહ્યાં હતા.
જાણો શું બની હતી ઘટના?
ડિંડોલી પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ગત તા 26મી ઓગસ્ટ વર્ષ 2018ના રોજ કરાડવા ગામનાં કાચા રસ્તા ઉપર ભેસ્તાન ફાટક બાજુ જઈ રહેલ રોડને અડીને આવેલ શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવકનું માથું કુતરાઓ ખાતા હોવાની જાણ પોલીસને થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.
તપાસ કરતા પાસેમાંથી અજાણ્યાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનુ માથુ શરીરથી અલગ હતુ. કુતરાઓ માથાનો ભાગ ખાઈ ગયા હોવાને લીધે ફક્ત ખોપડીના હાડકાં-વાળ જ બચ્યા હતા. પોલીસને શર્ટના ખીસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યો હતો. જેના પરથી મૃતકની ઓળખ સુજય નરેશ પાસવાન તરીકે થઈ હતી. હત્યારાઓએ સુજયને છાતીના ભાગે ઘા માર્યા હતા તથા આરીથી ગળું શરીરથી અલગ કરી દીધું હતું.
મૃતકનો ભાઈ સંતાનની સાથે મહિલાને ભગાડી ગયો:
ડિડોલી પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતક સુજય પાસવાનનો ભાઈ સોનુ પાસવાનના સવિતા નામની મહિલાની સાથે અનૈતિક સંબંધ હોવાથી તે સવિતાને સંતાનની સાથે ભગાડી ગયો હતો. જેનાં અંગે સવિતાના પતિ નન્નુ રામજી પાસવાનને જાણ થતાં તેની સુજય પાસવાનને સાથે રાખી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
જો કે, બંનેમાંથી કોઈપણનો કોઈ પત્તો મળ્યો ન હતો. સવિતાને સોનું ભગાડી ગયો હોવાની આશંકા રાખીને તેની અદાવતમાં નન્નુ પાસવાન તેમજ તેનો ભાઈ શિવપુંજન પાસવાને હત્યા કરી નાંખી હતી તેમજ ગળું અલગ પાડીને મૃતદેહને ખેતરમાં ફેંકી હોવાનું સામે આવ્યું હતું.
ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ ઝડપાયા:
પોલીસે બંનેને પકડી પાડવા માટે ઘણીવાર બિહાર તપાસ માટે ગઈ હતી પણ કોઈ સફળતા મળી ન હતી. આ દરમિયાન ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આરોપી નવી દિલ્હીમાં હોવાની હકીકત સામે આવતા એક ટીમ તપાસ માટે દિલ્હી રવાના કરવામાં આવી હતી.
દિલ્હીથી હત્યામાં સંડોવાયેલા નન્નુ રામજી પાસવાન તેમજ શિવપુંજન રામજી પાસવાનને પકડી પાડીને સુરત લાવીને ધરપકડ કરવામાં આવી હતી. હત્યા કર્યા પછી પાસવાન બંધુ દિલ્હી ફરાર થઈ ગયા હતા તેમજ ત્યાં કડીયા મજુરી કામ કરી રહ્યાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.