ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનો મંગળવારે 55મો જન્મદિન છે. જોકે, આ નિમિત્તે તેઓ અમદાવાદ આવવાના નથી, પરંતુ વિવિધ સંસ્થાઓ તેમજ ગાંધીનગર સંસદીય મતવિસ્તારના કાર્યકરો, શુભેચ્છકો દ્વારા અમિતભાઇના જન્મદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો, લોકાર્પણોના આયોજન કરાયા છે.
कर्मठ, अनुभवी, कुशल संगठनकर्ता एवं मंत्रिमंडल में मेरे सहयोगी अमित शाह जी को जन्मदिन की ढेरों शुभकामनाएं। सरकार में बहुमूल्य भूमिका निभाने के साथ ही वे भारत को सशक्त और सुरक्षित करने में भी महत्वपूर्ण योगदान दे रहे हैं। ईश्वर उन्हें दीर्घायु करे और सदा स्वस्थ रखे। @AmitShah
— Narendra Modi (@narendramodi) October 22, 2019
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેંકની મંગળવારે 200મી શાખાનું ગોતા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. આ પ્રસંગે અતિથિ વિશેષપદે પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સહકાર રાજ્યમંત્રી દશરથ પટેલ ઉપસ્થિત રહેશે, તેમ એડીસી બેંકના ચેરમેન અજય પટેલે જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીન તથા નાબાર્ડના સીએમડી ડી.કે. મિશ્રા પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે.
દરમિયાન, ઘાટલોડિયા મતવિસ્તારની તમામ આંગણવાડીઓમાં કાર્યકરો દ્વારા ફળ વિતરણ કરવામાં આવશે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતી સરકારી શાળાઓ, બહેરા-મૂંગા શાળાઓ, ઘરડાંઘરોમાં પણ આ નિમિત્તે ‘અમૂલ કૂલ’નું વિતરણ કરાશે.
પાટણમાં સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરાશે. જ્યારે હિંદુ અનાથાશ્રમમાં ભોજન કરાવાશે. સેવા વસતિમાં સાડી વિતરણ કરવામાં આવશે. બહુચરાજી સ્થિત પ્રસિદ્ધ બહુચરાજી માતાના મંદિરે અમિતભાઇના દીર્ઘાયુ માટે નવચંડી યજ્ઞનું આયોજન પણ ભાજપ દ્વારા કરાયું છે.
ભારતીય રાજકારણના આધુનિક ચાણક્ય ગણાતા આ નેતા આજે 55 વર્ષના થયા. ગુજરાતમાં સાવ છેલ્લે પગથિયેથી રાજકારણમાં ઝંપલાવ્યા બાદ આજે અમિત શાહ દેશના ગૃહ પ્રધાન છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી બીજા નંબરે સૌથી વધુ શક્તિશાળી નેતા છે. તેઓ ભાજપના અધ્યક્ષ પણ રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વહેલી સવારે અમિત શાહને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ભાજપના અન્ય નેતાઓ અને કેન્દ્ર સરકારના અન્ય સાથી પ્રધાનોએ પણ અમિત શાહને શુભેચ્છા સંદેશા મોકલ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.