ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ એક મહત્વપૂર્ણ બાબતે વિડિયો ના માધ્યમ થી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાત માં ખુબ જ દુઃખદ ઘટના ઘટી છે. લઠ્ઠાકાંડ ના કારણે 25 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. અને હજી 20 જેટલા લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલ માં છે.
જે ગામોમાં આ ઘટના બની છે, તે ગામના લેટર પેડ પર મહિનાઓ પહેલા લખીને આપ્યું હતું કે, અહીંયા ખુબ દારૂ વેચાય છે. લઠ્ઠાકાંડ થવાની શક્યતાઓ છે, ખુબ ઝગડાઓ થાય છે, છતાંય સરકાર તરફથી તેના વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. આ ઘટના ગુજરાતમાં પહેલીવાર ઘટી નથી. જ્યારથી ગુજરાતમાં ભાજપ નું શાસન આવ્યું છે, ત્યારથી દર વર્ષે લઠ્ઠાકાંડ ની ઘટના સામે આવે છે અને લોકોના મોત થાય છે.
આજે ગુજરાત માં 25 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. આ ઘટના ની જાણ થતા ખુબ જ દુઃખ થયું છે. આ ઘટના માં સંપૂર્ણ બેદરકારી ભાજપ સરકાર ની છે. આ ઘટના પરથી ખબર પડે છે કે, ભાજપને સરકાર ચલાવતા આવડતી નથી, લોકોની સુરક્ષા જાળવતા આવડતી નથી. ઈસુદાન ગઢવી એ કહ્યું કે, હું ગુજરાત ની સલામતી માટે ગુજરાત ની જનતા અને આમ આદમી પાર્ટી વતી ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રી નું નૈતિકતા ધોરણે રાજીનામું માંગુ છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.