હાલમાં રાજ્યના સુરત શહેરમાંથી એક ખુશીનાં સમાચાર સામે આવ્યા છે. શહેરની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 22 ડિલિવરી(પ્રસૂતિ) કરાવવાનો અનોખો રેકોર્ડ સ્થાપિત થયો છે કે, જેને કારણે બાળકોના મધુર કલપાન એટલે કે, ખિલખિલાટથી હોસ્પિટલ ગુંજી ઉઠતા ડૉક્ટરોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
હોસ્પિટલના છેલ્લા 8 વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમવાર એક દિવસમાં 22 બાળકોનો જન્મ થતાં હરખની છોળો ઉડી હતી. એકસાથે 10 દીકરીઓ તથા 12 દીકરાના પરિવાર તેમજ હોસ્પિટલ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આની સાથે જ દર્દીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
તમામ બાળકો તંદુરસ્ત:
સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત “માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ” (ડાયમંડ હોસ્પિટલ) મા 4 સપ્ટેમ્બર 2021 ના રોજ ફક્ત એક જ દિવસમાં કુલ 22 ડિલિવરી થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું. જેમાંથી તમામ બાળકો તંદુરસ્ત હોવાનું ગાયનેકોલોજીસ્ટ તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે.
ઉજવણીનો માહોલ સર્જાયો:
ડાયમંડ હોસ્પિટલે પોતાનાં નામે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે કે, જેથી ગાયનેકોલોજિસ્ટ ડૉ.રીધ્ધી વાધાણી, ડૉ.દિલીપ કથીરિયા, ડૉ. કલ્પના પટેલ, અનેસ્થેટીક ડૉ.અલ્કા ભૂત, ડૉ.આકાશ ત્રિવેદી તથા ગાયનેક વિભાગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આની સાથે જ ટ્રસ્ટીઓ તેમજ મેનેજમેન્ટ દ્વારા ડોકટર તથા સ્ટાફના આ ઉંમદા કાર્ય કરવા બદલ ઉજવણીમાં સામેલ થયા હતાં. તમામ બાળકોને એકસાથે સૂવડાવીને ફોટો સેશન પણ કરવામાં આવ્યું હતું. આમ, આવા સુખમય વાતાવરણથી હોસ્પિટલની દીવાલો પણ ખુશીથી ખીલી ઉઠી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.