ઈસુદાન ગઢવીએ ભાજપ સરકારને લીધી આડેહાથ – કહ્યું: “ભ્રષ્ટ ભાજપે નિમ્ન કક્ષાની રાજનીતિ હવે બંધ કરવી પડશે”

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ વિડિઓ દ્વારા એક મહત્વપૂર્ણ મુદ્દે વાત કરતા કહ્યું કે, ભાજપ કોલેજમાં ભણતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ બળજબરીપૂર્વક ભાજપમાં જોડાવા પ્રયત્નો કરે છે એવી ખબરો તો સમાચાર માં દિવસે ને દિવસે જોવા મળતી જ હોય છે. એ જ ક્રમ માં ભાજપે પ્રગતિ કરતા સોમવારે બહુચરાજી સરકારી આર્ટસ કોલેજમાં તાલુકા ભાજપ મહામંત્રી ભાવેશ ચૌહાણ, યુવા ભાજપ પ્રમુખ નીરવ રાવલ સહિત 8-10 હોદ્દેદારો અને કાર્યકરો કોલેજના પ્રિન્સિપાલ ની પૂર્વ મંજૂરી લીધા વિના અંદર ઘુસી ગયા હતા.

ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપનું મોડલ ફેલ થઇ ગયું છે. ભાજપના લોકો ને હવે કોઈ ગામમાં ઘૂસવા નથી દેતા. ‘વંદે ગુજરાત’ ના નામે 20 વર્ષના સુશાસન ની વાત કરીને ભ્રષ્ટ ભાજપ વાળા નીકળ્યા હતા. કેશુભાઈ નું અપમાન કરીને ભાજપ વાળા નીકળ્યા હતા કે એમના શાસનમાં કુશાસન હતું અને હવે અમે સુશાસન સ્થાપિત કર્યું છે. પરંતુ ક્યાંય ભ્રષ્ટ ભાજપને સહયોગ ના મળતા આખરે એમને નિમ્ન કક્ષાની રાજનીતિ શરૂ કરીને કોલેજો માં જઈને સદસ્યતા અભિયાન ચાલુ કર્યું.

જે વાલીઓ ખુબ જ આશા થી પોતાના બાળકોને ભણવા માટે, કઈંક બનવા માટે સ્કૂલ-કોલેજો માં મોકલે છે, ત્યાં ભ્રષ્ટ ભાજપ ના નેતાઓ પહોંચી સદસ્યતા અભિયાન ચલાવી બળજબરીપૂર્વક પ્રિન્સીપાલ પાસે નોટિસ લખાવે છે. પ્રિન્સીપાલ ને કહેવામાં આવે છે કે તમે બાળકો ને હુકમ કરો કે તે સદસ્યતા અભિયાન માં જોડાય. આમ ભ્રષ્ટ ભાજપ ના નેતા ઓ સ્કૂલ-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મજબૂરીમાં કાર્યકર્તા બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

ઈસુદાન ગઢવી એ આગળ કહ્યું કે, સ્કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે કે ભાજપમાં જોડાવા આવે છે? જો ભાજપને લોકો એટલો જ પ્રેમ કરતા હોય તો ભાજપ ના નેતા ઓ એ આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાની શું જરૂર હતી. આજ સુધી ભાજપ એ જનતા માટે કઈ કર્યું નથી, પણ કમ સે કમ ભાજપ શિક્ષણ ને તો રાજનીતિ થી દૂર રાખે. સારી સરકારી શાળાઓ અને કોલેજો તો ભાજપે આપી નથી, ખાનગીકારણ કરીને વાલીઓને ફીસ ના નામે લૂંટવામાં આવે છે. છતાંય વિદ્યાર્થીઓને તમે ભાજપ ના સભ્યો બનાવવા માંગો છો, તે અત્યંત શરમજનક વાત છે.

જ્યારે આ ઘટનાનો વિદ્યાર્થીઓ એ વિરોધ કર્યો તો એમને ભાજપ દ્વારા ધમકાવવામાં આવી રહ્યા છે. એટલે આમ આદમી પાર્ટી આ નિમ્ન કક્ષાની રાજનીતિ નો વિરોધ કરે છે. આમ આદમી પાર્ટી, ભાજપ દ્વારા કરવામાં આવતી આ બધી હરકતો ની વિરુદ્ધ છે. આમ આદમી પાર્ટી ની અપીલ છે કે, આ ઘટનામાં સામેલ ભાજપના દરેક નેતા અને કાર્યકર્તા વિરુદ્ધ વહેલી તકે સખત પગલાં લેવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *