હાલ રાજકોટમાંથી એક એવો કેસ સામે આવ્યો છે જેમાં પરસાણા નગરમાં રહેતી મુળ ભુજની મીનાક્ષીબેન સમીરભાઈ ટાંક નામની મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં તેણે આરોપી તરીકે પતિ સમીર સહીત ચાર વ્યક્તિઓનાના નામો આપ્યા છે.
મહિલાએ ફરિયાદમાં જણાવાયું છે કે, તેણે બી.સી.એ અભ્યાસ બાદ 2019માં ભુજ રહેતા અબ્દુલ અઝીઝ સાથે લગ્ન કર્યા હતા. અગાઉ બન્નેના લગ્ન થઈ ગયા હતાં અને છુટાછેડા લઈ લીધાનું જણાવ્યું હતું. લગ્નના 10 દિવસ ભુજ રોકાયા બાદ પતિ તેને મુકી મુંબઈ વ્યવસાય માટે ગયા હતા અને એક મહિના બાદ તેને પણ બોલાવી હતી. મુંબઈમાં પતિ સાથે વીસેક દિવસ રોકાયા બાદ પતિને એક મહિના બાદ તેને પણ બોલાવી હતી.
મુંબઈમાં પતિ સાથે વીસેક દિવસ રોકાયા બાદ પતિને એક માસ માટે સિંગાપુર જવાનું થયું હતું. આ દરમિયાન મે સાથે જવાનું કહેતા તારા ભાઈને કહે ટીકિટના પૈસા મોકલે તેમ કહી સાસુ અને પતિએ ઝઘડો કર્યો હતો અને તેથી મે તમારા માતા-પિતા અને બહેન માટે તમારી સાથે લગ્ન કર્યા છે તેમ કહેતા પતિએ કીધું કે તું મારી નહીં, મારા માતાની પસંદ છો. તેમ કહી તે સિંગાપોર જતા રહ્યા હતા અને અઢી માસ રોકાયા હતા તે દરમિયાન તેણે વાતચીત પણ કરી ન હતી.
મને સાસરિયાઓ હેરાન કરતા હતાં અને પતિ બોલાવતા ન હતાં જેથી તેણે તેની માતાને ફોન કર્યો જેથી તેને તેડી ગયા હતા. આ દરમિયાન પતિએ ફોન કરતા તેની માતાએ વાત કરી અને જણાવ્યું કે, માતા ફરીદાબેન સાથે વાત કરવાની ના પાડી છે. જેથી સારું થઈ જશે કહી સાસુને ફોન કરતા તેને જે રીતે તેડી ગયા હતા.
ત્યારબાદ પતિએ મુસ્લિમ બ્યુરોમાં રાખેલ બાયોડેટા તેના લગ્ન પછી પણ ત્યાં જ હતા જેથી તેને કાઠવા માટે કહેતા ઝઘડો કર્યો હતો અને શારીરિક સંબંધ બાંધવાની પણ ના પડી હતી. જેથી મારા પતિ નપુસંક હોય તેવો વહેમ ગયો હતો. આ અંગે પુછતા ફરી ઝઘડો શરૂ કર્યો હતો અને મારકૂટ પણ કરી હતી.
સાસુને આ બાબતની જાણ કરતા તેમણે કહ્યું કે, આવું જ થશે સહન ન થતું હોય તો પિયર ભેગી થઈ જા. લગ્નના બીજા જ દિવસે સાસુએ કહ્યું કે તું સોનું ઓછુ લઈ આવી છો અને વાસણો વધુ જેથી સોનું વધારે લઈ આવવા માટે પણ ત્રાસ આપતા હતા. હાલ પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.