ગુજરાત(Gujarat): તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. મોટા નેતાઓ આ દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ સોમવારે એટલે કે ગઈકાલે ગુજરાત પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ વંદે ભારત ટ્રેન(Vande Bharat Train) પર પથ્થરમારો કર્યો જેમાં તે મુસાફરી કરી રહ્યા હતા. જેમાં ટ્રેનની વિન્ડશિલ્ડને નુકસાન થયું છે. અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi)ની પાર્ટીના નેતા વારિસ પઠાણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેણે દાવો કર્યો કે કેટલાક અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો અને તેનો કાચ તોડી નાખ્યો હતો.
आज शाम जब हम @asadowaisi साहब,SabirKabliwala साहब और @aimim_national की टीम अहमदाबाद से सूरत के लिए ‘Vande Bharat Express’ train में सफर कर रहे थे तब कुछ अज्ञात लोगों ने ट्रेन पर ज़ोर से पत्थर मारकर शीशा तोड़ दिया!#GujaratElections2022 pic.twitter.com/ZwNO2CYrUi
— Waris Pathan (@warispathan) November 7, 2022
વારિસ પઠાણે પોતાના ટ્વીટમાં ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ટ્રેનના કાચ તૂટેલા દેખાઈ રહ્યા છે. આ સાથે અસદુદ્દીન ઓવૈસી, વારિસ પઠાણ સહિત અન્ય લોકો ટ્રેનમાં જોવા મળે છે. પોતાના ટ્વિટમાં પઠાણે લખ્યું, “આજે સાંજે જ્યારે અમે અસદુદ્દીન ઓવૈસી, સાબિર કાબલીવાલા અને AIMIM રાષ્ટ્રીય ટીમ સાથે સુરત માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ ટ્રેન પર પથ્થરમારો કરીને કાચ તોડી નાખ્યા.
જણાવી દઈએ કે AIMIM એ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 30 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ ગયા મહિનાના અંતમાં પાંચ બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં સુરત પૂર્વ બેઠક પરથી વસીમ કુરેશી, લિંબાયત બેઠક પરથી અબ્દુલ બશીર, જમાલપુર ખાડિયા બેઠક પરથી સાબીર કાબલીવાલા, દાણીલીમડા બેઠક પરથી કૌશિકા પરમાર અને બાપુનગર બેઠક પરથી શાહનવાઝ ખાનનો સમાવેશ થાય છે. ઓવૈસીનું કહેવું છે કે AIMIM ગુજરાતના લોકોના મજબૂત અને સ્વતંત્ર અવાજ તરીકે ઉભરી આવશે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.