પોલીસ આંદોલનના સમર્થનને લઈને સુરતમાં પોલીસના પરિવારજનો થાળી-વેલણ સાથે રસ્તા પર ઉતરી આવ્યા- જુઓ વિડીયો

સુરત(Surat): શહેરમાં ગુજરાત પોલીસ(Gujarat Police) ગ્રેડ પે(Grade Pay) વધારા આંદોલન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. રાજકીય પાર્ટીઓ સહિત સામાજિક સંસ્થાઓ આગળ આવતા હવે પોલીસ પરિવારના સભ્યો પણ પોલીસ આંદોલનના સમર્થનમાં વિરોધ કરવા માટે બહાર નીકળ્યા છે. શહેરના પીપલોદ પોલીસ લાઇનમાં રહેતા પોલીસ પરિવાર થાળી વેલણ સાથે રોડ પર ઉતરી પડ્યા હતા અને ઉગ્ર વિરોધ(Fierce protests) નોંધાવ્યો હતો. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના શહેરમાં પણ વિરોધ શરૂ થતાં એક ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ આંદોલન(Police movement)ના સમર્થનમાં મહિલાઓએ રસ્તા પર નીકળીને થાળી વગાડી રેલી કાઢતા રાજકીય રીતે ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ ગુજરાતભરમાં પોલીસનું આંદોલન ચાલી રહ્યું છે અને ધીમે ધીમે રંગ પકડી રહ્યું છે.

પોલીસ કર્મી સાથે પરિવારના સભ્યો પણ જોડાયા વિરોધમાં:
ગુજરાત પોલીસ પોતાની માંગોને લઈને એક અઠવાડિયાથી વધુ સમયથી આંદોલન કરી રહી છે. પોલીસના સમર્થનમાં આમ આદમી પાર્ટી, યુથ કોંગ્રેસ અને કરણીસેના પણ આવી છે જેથી જોતા તો એવું લાગી રહ્યું છે કે આંદોલન રાજકીય બની ગયું હોય. ગાંધીનગર સહિત અમદાવાદ, સુરત તથા રાજકોટ શહેરમાં પણ પોલીસના સમર્થનમાં અનેક સંગઠનો આગળ આવી રહ્યા છે અને સરકાર સમક્ષ વિરોધ નોંધાવી રહ્યા છે. બીજી તરફ પોલીસકર્મી સાથે તેમના પરિવારના સભ્યો પણ વિરોધમાં જોડાઈ રહ્યા છે.

પોલીસ કર્મીઓ કરી રહ્યા છે આ માંગ:
રાજ્યના વિવિધ કર્મચારી યુનિયનના દબાણને કારણે કર્મચારીઓનો ગ્રેડ પે અને ભથ્થામાં સુધારા થઈ રહ્યા છે. રાજ્યના તમામ કર્મચારીઓના મળવા પાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં રજૂઆત કરી કર્મચારીઓને પણ વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

હાલમાં જોવા જઈએ તો રાજ્યના ASI(આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર), હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના ગ્રેડ પે ખૂબ ઓછા છે. જેના બદલે 4200, 3600, 2800 ગ્રેડ પે કરવા તેમજ ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને મળતા વર્ષો જુના ભથ્થામાં તાત્કાલિક વધારો કરવા આવે તેવી માગણી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ પે વધારવાની માંગણી સાથે યુનિયન બનાવવાની પણ માંગણી કરી રહ્યા છે. આ સાથે રૂપિયા 20 સાયકલ એલાઉન્સ પોલીસ કર્મીઓને આપવામાં આવે છે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *