સુરત(Surat): સચિન(Sachin)ની સનલાઇટ સ્કૂલ(Sunlight School)ના પ્રિન્સિપાલનું કોરોનાને કારણે મૃત્યુ થયા પછી જ્યારે તેમના પરિવારે સ્કૂલ મેનેજમેન્ટને પ્રિન્સિપાલનું લેપટોપ પાછું આપ્યું ત્યારે તેમાં રહેલા વીડિયો(Video) જોઈને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દંગ રહી ગયા હતા.
આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક શિક્ષક વિદ્યાર્થિનીની સાથે અડપલાં કરી રહ્યો છે. સ્કૂલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ભલે અમારી શાળાનું નામ જાહેર થાય પણ આવા શિક્ષક સામે જો પગલા લેવામાં ના આવે તો તે ફરીથી આવા કૃત્ય કરતો રહેશે એટલે શુક્રવારે ડીઇઓને આ ઘટના અંગે ફરિયાદ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રિસેશ સમય દરમિયાન ધોરણ-8ના ક્લાસ રૂમમાં CCTV કેમેરા ચાલુ હતા, જેમાં દેખાય રહ્યું છે કે, વિદ્યાર્થિની ક્લાસમાં એકલી બેઠી છે અને તેની બાજુમાં જઈને નિલેશ ભાલાણી બેસી જાય છે અને તેની સાથે અડપલાં કરવા લાગે છે, તેની સાથે ખરાબ ટચ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સનલાઇટ સ્કૂલના પ્રિન્સિપાલનું કોરોના માં મોત થતા તેમના લેપટોપમાં અન્ય શિક્ષકની લંપટલીલા સામે આવી હતી. જે લેપટોપમાં પરિવારે આ વીડિયો જોતા ચોકી ઊઠ્યાં હતા અને શિક્ષક સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
ત્યારે બીજી બાજુ શિક્ષક નિલેશ ભાલાણીએ તમામ આરોપો ફગાવી દીધા છે અને કહ્યું છે કે, હાલ હું બીજી શાળામાં શિક્ષક હોવાને કારણે મને બદનામ કરવામાં આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.