ગુજરાતની ગ્રામપંચાયતમાં OBC ની 10% અનામત, ભાજપ સરકારની મેલી મુરાદના કારણે જ રદ થઈ છે: સાગર રબારી

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી(AAP) ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી(Sagar Rabari) એ મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાત ની ગ્રામપંચાયત માં ઓબીસી ની 10% અનામત, ભાજપ સરકાર ની મેલી મુરાદ ના કારણે રદ થઈ છે. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓમાં ઓબીસી ની 10% અનામત ને જનરલ કરી, જનરલ સીટ તરીકે ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું છે. ચૂંટણી પંચ આ આખો મામલો સુપ્રીમ કોર્ટ અને સરકાર પર નાખે છે. ફક્ત બહાનાબાજી કરી OBC સમાજ નો જે બંધારણીય અધિકાર છે, તેના એક મોટા વર્ગ ને લોકશાહી બંધારણીય અધિકાર થી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં ભાજપ સરકાર નું આ ઇરાદાપૂર્વક, ગણતરીપૂર્વક લેવાયેલું પગલું છે. આ માત્ર કોર્ટ ના ચુકાદા ના કારણે થયું છે એ વાત ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે કહેવાય છે. સુપ્રીમ કોર્ટ નો હવાલો અપાય છે. સુપ્રીમ કોર્ટ તરફથી આવેલા જજમેન્ટ માં કહેવામાં આવ્યું છે કે, OBC કમિશન ની રચના કરી, કયા વિસ્તારમાં વસ્તી ના પ્રમાણ માં કેટલી કેટલી OBC સીટ રિઝર્વ કરવાની જરૂર છે તે નક્કી કરી લેવું અને પછી તે પ્રમાણે ચૂંટણીઓ યોજવી. OBC, SC અને ST ત્રણેય ની મળીને રિઝર્વ સીટો ની સંખ્યા 50% થી વધવી જોઈએ નહિ.

સુપ્રીમ કોર્ટ એ રાજ્ય સરકારોને માર્ગદર્શન પણ આપ્યું છે કે, આ કામ માટે સ્વતંત્ર કમિશન નીમી આ કામ 6 મહિનામાં પૂરું કરવાનું. ભાજપ સરકારે બદ ઇરાદા પૂર્વક બહુ જ મોટા સમુદાય ને પોતાના અધિકાર થી વંચિત કરવા માટે કમિશન ના ચેરમેન ની નિમણુંક કરી નહિ. જે કામ કરવાનું કહેવાયું હતું તે કામ કર્યું નથી, એટલે એ કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અમર્યાદિત સમય સુધી રોકી શકાય નહિ. આનો મતલબ છે કે, ભાજપ સરકાર પોતે જ એક તરફ ચેરમેન ની નિમણુંક કરવાનું કામ નથી કરતા અને બીજી તરફ થી દબાણ આપે છે કે, ચૂંટણીઓ યોજવાનો સમય લંબાઈ રહ્યો છે એવા સમયમાં આ ચૂંટણી પંચ ચૂંટણી યોજી રહ્યું છે.

આ આખો જે ઘટનાક્રમ છે, એ ઘટનાક્રમ ગુજરાતના બહુમતી સમાજે સમજવાની જરૂર છે. કે કેવી રીતે ભાજપ સરકાર સમાજ ના હિતેચ્છુ હોવાનો, તારણહાર હોવાનો દાવો કરે છે અને એ જ સરકાર પાછલે બારણે થી સમાજોને મળેલા બંધારણીય અધિકારો પર તરાપ મારી રહી છે. આ એ સરકાર છે જે OBC સમાજના, SC સમાજના, ST સમાજના બંધારણીય અધિકારો છીનવી રહી છે. ચૂંટણીઓ માં આ સમાજો એ પોતાના સાચ્ચા હિતેચ્છુ કોણ છે એ સમજવાની જરૂર છે.

આમ આદમી પાર્ટી જ્યારે આ મુદ્દાનું સમર્થન કરે છે ત્યારે કોઈ પણ સમાજ ના બંધારણીય અધિકાર નો વિરોધ કરતી નથી. દરેક વ્યક્તિ જે આમ આદમી છે, જાતિ જ્ઞાતિ થી ઉપર ઉઠી ને નાગરિક છે. દરેક નાગરિક ના જ્યાં જ્યાં બંધારણીય અધિકારો નું ઉલ્લંઘન થાય ત્યાં આમ આદમી પાર્ટી તેમના બંધારણીય અધિકારો ની સુરક્ષા માટે દરેક આમ આદમી ના પડખે ઉભી છે. આ મહત્વની પ્રેસ કોન્ફરન્સમાં સાગર રબારીની સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *